રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવું બાજુ પર રહ્યું, પટ્ટાનો માર ખાતી યુવતીઓ

0
987

અમદાવાદ: રાજપથ ક્લબ જેવી અમદાવાદના વૈભવીઓની ક્લબમાં અનેક પ્રકારના મનોરંજન અને અન્ય કાર્યક્રમો યોજાતાં રહે છે. તેના કરતાં શહેરની ફાઈવ સ્ટાર ક્લબના વિવાદો વધુ બહાર આવતાં હોય છે. આજે વધુ એક એવો વિવાદ બહાર આવ્યો છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચ માર મારતો હોવાનું સામે આવ્યું છે.

કોચ દ્વારા સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને પટ્ટાથી માર મારવાનો આ વિડીયો જાહેર થયાં બાદ ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને પહેલાં બચાવ કર્યાં બાદ સંસ્થાના સંચાલકો દ્વારા તાત્કાલિક કોચને સજા રુપે સેવામાંથી મુક્ત કરવામાં આવ્યો હોવાની ખબર પણ આવી છે.વિડીયોમાં જણાઈ આવે છે તેમ યુવતીઓ રીતસર આ કોચથી ફફડી રહી હતી. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યાં હોય તેવા છે.