અમદાવાદ મેટ્રોની ગિફ્ટઃ મહિલા દિવસે મહિલાઓ માટે જ ચાલી મેટ્રો

0
1586

અમદાવાદઃ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. વિશ્વભરમાં અનેકપ્રકારે મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો અને સ્પેશિઅલ અરેન્જમેન્ટ કરીને મહિલાઓને સન્માન આપવાના કાર્યક્રમો નિયત થયાં હતાં અને મહિલાઓ માટે વિવિધ ગિફ્ટરુપ આયોજનો પણ જોવા મળ્યાં હતાં. ત્યારે હાલમાં જ શરુ થયેલી અમદાવાદ મેટ્રોના તંત્ર દ્વારા પણ અમદાવાદની મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019ની ઉજવણીની યાદગીરીરુપે આજનો દિવસ ફક્ત મહિલાઓ માટે નિયત કર્યો હતો. દસ દિવસ મેટ્રોની સવારી નિઃશુલ્ક રાખવામાં આવી છે. ત્યારે મહિલા દિવસની ઉજવણીમાં અમદાવાદ મેટ્રોની સફરના આ દ્રશ્યો સાચે જ ખાસ બની રહ્યાં હતાં. વિડીયો નિહાળવા ક્લિક કરોઃ