અમદાવાદઃ રથયાત્રાને કલાકો બાકી, પોલિસે ઝડપ્યો બોમ્બ અને હથિયારનો જથ્થો

0
2392

અમદાવાદ– આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા નગરચર્યાએ ફરવાની છે. આ ઉપલક્ષમાં શહેરભરમાં ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલિસની ખાસ નજર છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ અને હથિયારે મળી આવતાં પોલિસનો ધમધમાટ વધી ગયો છે.

ફાઇલ ચિત્ર

આજે સવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ અને હથિયારો પકડવા સાથે પોલિસે એક વ્યક્તિની અટકાયત કરી છે. મળતી માહિતી ગોમતીપુર વિસ્તારમાંથી બૂટલેગરના મકાનના ધાબા પરથી બોમ્બ અને હથિયારોનો જથ્થો ઝડપાયો હતો.

બાતમીના આધારે ACP અને PIએ બૂટલેગરના ઘરમાં દરોડા પાડ્યાં હતાં. આ દરોડામાં 4 સૂતળી બોમ્બ, 10 પાઇપ બોમ્બ સાથે એક પિસ્તોલ અને કેરોસીનની બોટલ પણ મળી આવી હતી. હથિયારો ઝડપાયાં બાદ બૂટલેગર અને તેના પરિવારની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.