ઘાટલોડિયાના ગૌરવપથના દબાણો હટાવી દેવાયાં

0
1517

અમદાવાદ-શહેરમાં ઠેરઠેર માઝા મૂકી દીધેલાં દબાણો પર કોર્પોરેશન તંત્રની આકરી ધોંસ આજકાલ ટોક ઓફ ધ ટાઉન છે. ત્યારે આજે સવારમાં કોર્પોરેશનના બૂલ઼ડોઝર્સોએ ઘાટલોડિયાની દિશા પકડી હતી. સવારમાં જ કોર્પોરેશનની દબાણ શાખાની ગાડીઓ તેમના અધિકારીએ અને પોલિસતંત્રની કુમક સાથે વિસ્તારમાં ઉમટી પડી હતી.ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયાના ગૌરવપથના જ્યાં આજે દબાણ હટાવ કામગીરી થઇ છે તે રોડનું વરસો પહેલાં સીએમ નરેન્દ્ર મોદીએ ગૌરવપથ એવું નામાભિધાન કરીને રસ્તાઓ સુંદર બનાવવાની યોજના શરુ કરાવી હતી.

બીજી તરફ ટ્રાફિકના પ્રશ્નોને લઇને પોલીસતંત્ર પણ ફૂલ એક્શનમાં છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં ટ્રાફિક નિયમન-પાર્કિંગ-દબાણોની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.

પ્રસ્તુત તસવીર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ગૌરવ પથની છે…જયાં વીર ડેરી-પ્રભાત ચોકના નવા જૂના અનેક દબાણો દૂર કરાયાં હતાં.
અહેવાલ તસવીર  પ્રજ્ઞેશ વ્યાસ