અમદાવાદઃ આખાય પુલ પર ફૂલ બજાર…

0
1547

અમદાવાદ- અમદાવાદ શહેરમાં જમાલપુર ફૂલ બજાર જાણીતું છે. પરોઢથી જ ધમધમતા આ ફૂલ અને શાકભાજીના બજારમાં છેલ્લા કેટલાક દિવસથી અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મુખ્ય ફૂલ બજારને અડીને આવેલા તમામ માર્ગો અને આખોય સરદાર બ્રીજ ફેરિયા-પાથરણાંવાળાથી  ઉભરાઈ રહ્યો છે.ઉત્સવો અને તહેવારો ની મોસમમાં આખાય પુલ પર રંગબેરંગી ફૂલોનું વેચાણ અને હારને બનાવવાની કામગીરી થઇ રહી છે. પીળા-કેસરી ગલગોટાના મબલખ પાકથી આખુંય ફલ બજાર મહેંકી ઉઠ્યું છે. આખોય જમાલપુર બ્રિજ ઉત્સવ ના હાર તૈયાર કરતો હોય એમ લાગી રહ્યું છે.નવરાત્રિ-દશેરા-શરદ પૂનમ અને દિવાળીના તહેવારમાં ફૂલ-હારની જરુરીયાત પૂરી કરવા અસંખ્ય પરિવારોએ પુલ પર જ ફૂલ બજાર બનાવી દીધું છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ