SC ચૂકાદાના ગણતરીના કલાકોમાં તોડી પડાયું પૂર્વ IPS સંજીવ ભટ્ટનું ગેરકાયદે બાંધકામ

અમદાવાદ- પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે બપોરે કરેલી સુનાવણીમાં ભટ્ટના ગેરકાયદે બાંધકામ અંગેના કેસમાં આ ઝટકો આપ્યો હતો.સંજીવ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટે દ્વારા તેમના ઘરમાં કેટલાક હિસ્સામાં થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો હતો જેને ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. જે પિટિશનમાં દખલગીરીનો ઇનકાર કરવા સાથે સુપ્રીમે પિટિશન કાઢી નાંખી હતી.સુપ્રીમે રસ્તો સાફ કરતાં જ અમદાવાદ કોર્પોરેશનની દબાણ ખાતાની ગાડીઓ સંજીવ ભટ્ટના માનમંદિરથી ગુરુકૂળ જતાં માર્ગ પરના નિવાસસ્થાને ધસી આવી હતી અને તાત્કાલિક ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે સંજીવ ભટ્ટ પણ હાજર રહ્યાં હતાં.