અમદાવાદ મ્યુ. કોર્પોરેશન રૂ.200 કરોડના બોન્ડ બહાર પાડશે

0
1277

અમદાવાદ– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડશે. બોન્ડ દ્વારા એકઠા થયેલા નાણાનો ઉપયોગ અમદાવાદ શહેરના વિકાસ માટે થશે, તેમજ શહેરના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાય લેવાનો નિર્ણય લેવાયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે બુધવારે બેઠક મળી હતી. જેમાં અમદાવાદ શહેરને મેટ્રો સિટી જેવી સવલતો અને મેટ્રો સિટી જેવો વિકાસ કરવા માટે કોર્પોરેશન 200 કરોડના બોન્ડ બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે. તેમજ અમદાવાદના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય પણ લેવાશે. કોર્પોરેશન ટૂંક સમયમાં રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવા રૂપરેખા તૈયાર કરીને તેની ફાઈલ સેબીમાં રજૂ કરશે.