અમદાવાદઃ ટ્રેન દ્વારા ફૂડ સર્વ કરતી અનોખી હોટલ

0
1841

અમદાવાદઃ જો તમને એમ કહેવામાં આવે કે એક એવી હોટલ છે કે જ્યાં જમવાનું વેઈટર્સ નહી પરંતુ ટ્રેન પીરસે છે. તો તમે તરત જ કહેશો કે તો તો જલસો પડી જાય. તો આવું જ એક રેસ્ટોરન્ટ ખુલી ગયું છે અમદાવાદમાં.

અમદાવાદમાં આવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે જેનું નામ છે કાબુસ રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટમાં રસોડાથી ટેબલ સુધી ટ્રેનના અલગ અલગ ટ્રેક લગાડવામાં આવ્યા છે અને તેમાં ટ્રેન ફરતી મુકવામાં આવી છે અને કિચન શેફ દ્વારા તે ટ્રેનમાં ટેબલ ક્રમાંક અનુસાર ફૂડ મુકવામાં આવે છે. આ હોટલ અત્યારે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ રેસ્ટોરન્ટના માલિકે Chitralekha.com સાથે વાત કરતાં જણાવ્યું કે અમે ઈચ્છતા હતા કે અમદાવાદના લોકોને કંઈક નવું આપીએ અને એટલા માટે જ અમે આ થીમ રેસ્ટોરન્ટની શરુઆત કરી જે આવી રીતે ટ્રેન દ્વારા જમવાનું પીરસતી ગુજરાતની પ્રથમ અને ભારતની બીજી રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં આવીને લોકો ખૂબ જ એન્જોય કરે છે અને સાથે જ અહીંયા તમામ વાનગીના ભાવ પણ રીઝનેબલ છે.