અમદાવાદઃ એકતા એપોર્ટમેન્ટ્સના મકાનનો સ્લેબ ધરાશાયી, તમામ બ્લોક ખખડધજ

0
864

અમદાવાદઃ શહેરના સીટીએમ માર્ગ પર આવેલા હાઉસીંગ બોર્ડના એકતા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 12ના ત્રીજા માળના એક ઘરની આખી છત ધરાશાયી થઈ ગઈ છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી પરંતુ 61 વર્ષના સિનિયર સિટીઝનને સામાન્ય ઈજા પહોંચી છે.

એકતા એપાર્ટમેન્ટ એ ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જુના એપાર્ટમેન્ટ છે. અહીયાના મોટાભાગના બ્લોક જર્જરીત થઈ ગયા છે અને ખુબજ ખરાબ સ્થિતીમાં છે. મકાનની આટલી ખરાબ સ્થિતી હોવા છતા પણ અહીંયા લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હવે અહીંયા આવેલા તમામ મકાનો કે જે 50 વર્ષથી પણ જૂના અને જર્જરિત હાલતમાં છે તેમને રીકન્સ્ટ્રક્શન હેઠળ લઈને ફરીથી બનાવવામાં આવે તે જરુરી છે.