અમદાવાદની રાજપથ કલબને આંગણે જામી ગરબાની રંગત,એક્સક્લુઝિવ વીડિયો નિહાળો

0
5605

અમદાવાદ- વિશ્વના સૌથી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે જેની આગવી ઓળખ થઈ ચૂકી છે તેવા નવરાત્રિ ગરબા મહોત્સવનો જોશ પૂરબહારમાં રાજ્યભરમાં છવાયેલો છે. મોડી રાત સુધી વિવિધ પ્રકારે ગરબા રમતાં ખૈલેયાઓને નજરોનજર ઘૂમતાં જોવાં એ સાચે જ લેવા જેવો લહાવો હોય છે. ગરબાની વાત કરીએ તો અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં એકતરફ શેરી ગરબાની સાદાઈ પણ જોવા મળે અને શહેરના નામાંકિતો જ્યાં સહપરિવાર રમતાં જોવા મળે તેવા ક્લબ ગરબા પણ જોવા મળે છે. નવલાં નોરતાં રાજપથ ક્લબમાં ગરબા ખેલતાં યુવાધનનો હિલોળ માણો chitralekha.com ની ટીમ સાથે. ડિજિટલ ટીમ અમદાવાદના ચીફ રીપોર્ટર પારુલ રાવલ અને તેમની ટીમ સાથે માણો ગરબાની રંગત…

 

આ વર્ષે પાર્કિંગને લઇને નવરાત્રિ પહેલાં માહોલમાં શંકાકુશંકાઓ વ્યાપી હતી કે વ્યવસ્થિત પાર્કિંગ ન મળે તો આ રીતે ક્લબમાં રમાતાં ગરબાં ફીકાં પડશે. જોકે રાજપથે બે પાર્કિગ પ્લોટ ભાડે લઇને ખેલૈયાને નંચિત બનાવતાં ગરબાની જોરદાર રંગત જામી રહી છે.