અલ્પેશ ઠાકોરની અટકાયત બાદ જામીન પર છૂટકારો, 2017ના કેસ હેઠળ કાર્યવાહી

0
1117

અમદાવાદ– વડગામના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં સોલા પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે અલ્પેશને જામીન પણ મળી ગયાં છે.

ફાઈલ ચિત્ર

2017માં ખેડૂત વિરોધના એક કાર્યક્રમ દરમિયાન દૂધ ઢોળવાના એક કેસમાં અલ્પેશ ઠાકોર સામે આઈપીસીની કલમ 188 અને 143 લગાવવામાં આવી છે. તેમની સામે જાહેરનામાનો ભંગ અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અલ્પેશની આ કેસમાં પોલિસે અટકાયત કરીને પૂછપરછ કરી હતી.

અલ્પેશ ઠાકોરે તેની સામે થયેલી આ કાર્યવાહીને સામાન્ય કાર્યવાહી ગણાવીને કાયદાકીય પ્રક્રિયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.