રથયાત્રાઃ 34 વર્ષથી રથયાત્રામાં ફરજ બજાવતાં અધિકારી…

0
1577

અમદાવાદ- શહેરમાં ઉત્સવ-તહેવાર-યાત્રાઓ-ચૂંટણી-ઘટનાઓ જેવા અનેક સારાનરસા પ્રસંગોમાં પોલીસના જવાનો અધિકારીઓ ખંતથી કામ કરતાં હોય છે. સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓ તમામ પ્રસંગ સુખદ પારે પડે એવા અથાગ પ્રયત્ને કરતાં રહે છે.અહીં વાત થઇ રહી છે..દર વર્ષે અષાઢી બીજે નીકળતી અમદાવાદ શહેરની રથયાત્રાની.. જેમાં વર્ષોથી જગન્નાથની શહેર વચ્ચેથી નિકળતી યાત્રા સુખશાંતિથી પસાર થઇ નિજમંદિરે આવે એના માટે હજારો સુરક્ષા જવાનો-સેવાભાવી લોકોની મહેનત હોય છે. રથયાત્રા પૂર્વે ઝીણવટભર્યું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ પોલીસ ફોર્સમાં કેટલાક એવા અધિકારી-જવાનો પણ છે જે વર્ષોથી રથયાત્રા આયોજન સાથે સુરક્ષિત રીતે પસાર થાય એ માટે ફરજ બજાવી ચૂક્યાં છે. જેમાં એક નામ છે, શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અધિકારી સી.એન. રાજપૂત….જેમણે અંદાજે 35 જેટલી રથયાત્રામાં ફરજ બજાવી છે. 141મી રથયાત્રામાં પણ પોલીસ અધિકારી સી.એન.રાજપૂત પોતાના સ્ટાફ સાથે વહેલી સવારથી જ જવાનો-અધિકારીઓ, જાહેર જનતા તેમજ રથયાત્રામાં સંકળાયેલ તમામ ગતિવિધીનું આયોજનરુપે ફરજ બજાવી.. સ્ટેજ પરથી સતત માઇક પરથી સૂચનાઓ આપી શિસ્તબદ્ધ રીતે રથયાત્રાને જમાલપુર  વિસ્તારમાંથી પસાર કરાવી.

સી.એન. રાજપૂત જેવા અનેક પોલીસ કર્મચારીઓની અથાગ મહેનત અને નિષ્ઠાથી આવા પ્રસંગ સારી રીતે પૂર્ણ થતા હોય છે.
તસવીર–અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ