ધર્માદા અને દર્દીઓને મદદ કરવાના બહાને ઘરમાંથી ચોરી કરતાં આરોપીની ધરપકડ

0
665

અમદાવાદ-  ગૌશાળા અને  સિવિલ જેવા સ્થળો માટે દર્દીઓની મદદ કરવા માટે ફાળો એકત્ર કરવાના બહાને ઘરમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે લાલજી સોલંકી નામના આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન અને એક એપલનો આઈફોન સહિત કુલ 46 હજારનો મુદામાલ જપ્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે, આરોપીએ અગાઉ પણ અમદાવાદના અમરાઇવાડી, મણિનગર, રાણીપ સહિતના અનેક વિસ્તારમાં ધર્માદા અને દર્દીઓને મદદ કરવાના અર્થે ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.