ચોટીલા પાસે 3 બાળકો સહિત આખો પરિવાર કાળનો કોળીયો બન્યો

0
3095

રાજકોટ-અમદાવાદ ચોટીલા નેશનલ હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર કાળનો કોળીયો બન્યો છે. આ ઘટનામાં સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, અને બે વ્યક્તિનેને ગંભીર ઇજા પહોંચી છે.
મૃતકોમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે.અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું કૂચો વળી ગયો હતો.

ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યાં હતા. મૃતકોમાં 3 બાળકો, બે મહિલા, 1 પુરુષનો સમાવેશ થાય છે.મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતાં. જેમાં પતિ, પત્ની, માતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, આ પરિવાર વઢવાણનો દરજી પરિવાર હોવાનું જાણવા મળે છે. તો અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

કાળનો કોળીયો બનેલાં આ પરિવારના પતિપત્ની, વૃદ્ધ માતા અને 3 બાળકોનો સમાવેશ થાય છે.