17 કરોડથી વધુની કીમતના સોના સાથે ઝડપાયો યુવક…ટિકીટે ફોડ્યો ભાંડો

0
1786

સૂરતઃ સૂરત રેલવે સ્ટેશને આજે સાંજે ધમાલ મચી ગઈ હતી જ્યારે એક યુવક 17 કરોડથી વધુની કીમતના સોના સાથે રંગેહાથ ઝડપાઈ ગયો. આટલી મોટી માત્રામાં સોનું લઈને ઝડપાયેલ યુવક સૂરતના મહિધરપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રથી સૂરત આવી પહોંચેલી સૂર્યનગરી એક્સપ્રેસના પ્રવાસીઓના ટિકિટ ચેકિંગ સમયે આ કિસ્સો બહાર આવ્યો હતો. યુવક પાસે જનરલ ક્લાસની ટિકીટ હતી અને તે સ્લીપર કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો તેથી ટેકરે તેને રેલવે પોલિસને સોંપ્યો હતો. જ્યાં તેની પૂછપરછ અને સામાન તપાસતાં તેમાંથી 17 કરોડથી વધુની કીમતનું સોનું ઝડપાઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં તે સંતોષકારક સ્પષ્ટતા ન કરી શકતાં રેલવે પોલિસે તેને ગુજરાત પોલિસને હવાલે કર્યો હતો. જેને લઈને સૂરત પોલિસની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.