સીએમે લીધી વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક

ગાંધીગનરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ અને કૃષિ.પાણી પુરવઠા નર્મદા અને જળસંપત્તિ સહિતના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

રાજ્યમાં લાબાં ગાળાનો વિરામ લીધા બાદ ગઈકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે હજી હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ આવતા છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડુતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.