અમદાવાદઃ ફિલ્મ અને ટીવીમાં કારકિર્દી બનાવવા યુવાનો માટે સુવર્ણ તક

અમદાવાદ– એફટીઆઇઆઇ અને એસઆરએફટીઆઇ દ્વારા અમદાવાદમાં આગામી 19મી જાન્યુઆરીશુક્રવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી એચ. કે. આટર્સ કોલેજના કોન્ફરન્સ હોલમાં એડમિશન સેમિનાર યોજાશે.શૈક્ષણિક વર્ષ 2018નાં પ્રવેશ માટે ફિલ્મ અને ટેલિવિઝનનું પ્રશિક્ષણ આપતી ભારતની બે પ્રસિદ્ધ સંસ્થાઓ ગુજરાતના અમદાવાદમાં સૌપ્રથમ વાર એડમિશન સેમિનારનું આયોજન કરવા જઇ રહી છે.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ) પુના અને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (એસઆરએફટીઆઇ) કોલકાતા (ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત) એ વર્ષ 2018 માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઇટી) ની જાહેરાત કરી છેસમગ્ર ભારતમાં 18મી ફેબ્રુઆરીએ 26 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે જેમાં ગુજરાતનું અમદાવાદ પણ એક કેન્દ્ર રહેશે.

બંન્ને સંસ્થાઓ એક સાથે પ્રવેશ પરીક્ષા માટે પહેલી વાર સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું આયોજન કરી રહી છેત્યારે આ સંસ્થાઓમાં પ્રવેશોત્સુક યુવાનોને જાગૃત કરવા દેશનાં વિવિધ શહેરોમાં એડમિશન સેમિનાર યોજાઇ રહ્યાં છેજે પૈકી અમદાવાદમાં આગામી 19મી જાન્યુઆરીશુક્રવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી એચ. કે. આર્ટ્સ કોલેજના કોન્ફરન્સ હોલમાં સેમિનાર યોજાશે. પ્રવેશોત્સુક આ સેમિનારમાં સહભાગી થઇ શકે છે.

વધુ માહિતી માટે www.ftiindia.com  અને www.srfti.ac.in ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.