ગુજરાતના 9 પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રીય પોલીસ મેડલ માટે પસંદ

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશના 795 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરાયા

નવી દિલ્હી– 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દેશના 795 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં 107 કર્મીઓને શૌર્ય માટે પોલીસ મેડલ, 75 કર્મીઓને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 613 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આ વર્ષે મેડલ માટે પોલીસ કર્મઓની પસંદગી માટે કડક નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મેળવનાર ગુજરાતના પોલીસ કર્મીઓના નામ

1. સાગરદાન કાલુભા ગઢવી, પોલિસ સબ ઈન્સ્પેક્ટર, એડ. સીપી ટ્રાફિક અમદાવાદ શહેર, ગુજરાત – 380004.

2. રામદેવસિંહ જોરૂભા રાણા, પોલિસ વાયરલેસ સબ ઈન્સ્પેક્ટર, એસપીઓફિસ, ભાવનગર, ગુજરાત-364002.

3. રામચંદ્ર દુર્લભભાઈ પટેલ, આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચ, સૂરત શહેર, ગુજરાત-395003.

4. દિલીપસિંહ ચમનસિંહ વાઘેલા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, સીઆરપીએફ 15 ઓએનજીસી મહેસાણા, ગુજરાત – 384003.

5. મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, સૂરત, ગુજરાત-395003.

6. ગોપાલ ભગવાનસ્વરૂપ શર્મા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380061.

7. ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380001.

8. જયરાજસિંહ બળવંતસિંહ જાડેજા, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, ગાંધીનગર, ગુજરાત-382009.

9. વસંતકુમાર કલ્યાણદાસ પરમાર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર એઆઈઓ, ગાંધીનગર, ગુજરાત – 382009.