9 પાકિસ્તાની માછીમાર ઓખાના દરિયામાં ઝડપાયાં

0
1033

જામનગર- દરિયાઈ સીમાએ ઘૂસણખોરીની પ્રબળ શક્યતા ધરાવતાં ગુજરાતની જળસીમાની અંદર આવી જતાં પાકિસ્તાની માછીમારો પર સતત નજર રાખતી સુરક્ષા એજન્સીઓને સતત સતર્ક રહેવું પડે છે. આજે આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા નજીક માછીમારી કરતી પાકિસ્તાની બોટ પકડી પાડવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી હતી.ઓખા નજીક 9 ખલાસીઓ સાથેની પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી લેવાઈ છે. ઓખા કોસ્ટગાર્ડની મીરાંએ આ પાકિસ્તાની બોટ ઝડપી હતી. અરબી સમુદ્રમાં માછીમારી કરતી સમયે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા નજીકથી ભારતીય સીમામાં માછીમારી કરતી આ પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી લેવાઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તપાસ કરવામાં આવી છે અને ઝડપાયેલા 9 ખલાસીઓને ઓખા કોસ્ટગાર્ડ લવાયાં છે જ્યાં તેમની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે.