ભાવનગરમાં 9 લાખ 67 હજારથી વધુ કીમતની નકલી નોટ પકડાઈ

ભાવનગર- ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક માલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પરમાર તથા સ્ટાફ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. રીઝવી તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન કરી રૂપિયા ૯,૬૭,૫૦૦ની ૨૦૦૦ તથા ૫૦૦ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે બે આરોપી ઝડપી લીધાં હતાં. વલ્લભીપુર બરવાળારોડ અયોધ્યાપુરમથી નવાગામ રોડ પરની જીયા ફેકટરી સામેથી બે આરોપી ઝડપાયાં હતાં. ભાવનગર એસ.ઓ.જી. પોલીસના પોલીસ કોન્સ્ટેબલ સોહિલ ચોકીયાને મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ તથા વલ્લભીપુર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કર્યું હતું. બાતમી મુજબ સ્પ્લેન્ડર મોટર સાયકલ નં-GJ-4-BQ-9774 ઉપર ત્રણ ઇસમો (૧) દલસુખભાઇ પટેલ (૨) જગાભાઇ ભુરખીયા (૩) અશોકભાઇ ભરવાડ પોતાની પાસે જાલીનોટ સાથે બરવાળાથી વલ્લભીપુર તરફ આવે છે જેથી પોલીસ આ બાતમી આધારે અયોધ્યાપુર તરફ આરોપીની તપાસમાં જતા બાતમીવાળા મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો આવતાં તેને રોકવાનો પ્રયત્ન કરતા તેને મોટર સાયકલ રોકેલ નહી અને અયોધ્યાપુરમથી નવાગામ તરફ મોટર સાયકલ ભગાડી હતી. જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ નવાગામરોડ ઉપર જીયા ફેકટરી સામે પોતાનું મોટર સાયકલ મુકી ભાગવા જતા બે આરોપીઓ
(૧) જગાભાઇ રેવાભાઇ ભુરખીયા ઉ.વ.૩૨ રહે. રાજપરા (ભાયાતી) ગામ તા. વલ્લ્ભીપુર જી.ભાવનગર (૨) દલસુખભાઇ ભીખાભાઇ ભાવનગરીયા/પટેલ ઉ.વ.૪૩ રહે. લાઠીદડ ગામ, ઉપરકોટ વિસ્તાર તા.જી.બોટાદવાળાને ઝડપી લીધાં હતાં. જ્યારે આરોપી અશોકભાઇ જેઠાભાઇ ચોસલા રહે. સમઢીયાળાનં-૨ ગામ તા.જી.બોટાદવાળો અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. પકડાયેલ આરોપીઓ પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૯,૬૭,૫૦૦ રૂપિયા જેમાં ૨૦૦૦ ના દરની નોટ નંગ-૪૩૯ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૧૭૯ છે. આરોપી પાસેથી મોટર સાયકલ તથા મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૩૫,૭૫૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી મોડી રાત્રે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર ચલાવી રહ્યાં છે. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા પંકજભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા નિતિનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવા તથા મહિપાલસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા વલ્લભીપુર પોલીસના એ.એસ.આઇ. એ.ડી.પંડયા તથા પોલીસ કોન્સ. રાજવિરસિંહ જાડેજા જોડાયા હતા.