વડોદરાની પારુલ યુનિવર્સિટીના 6 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ

0
2133

વડોદરા– વડોદરાની પારુલ યુનિવર્સિટી તેના વિદેશી વિદ્યાર્થીઓને લઇને વધુ એકવાર ચર્ચામાં આવી છે. આ યુનિવર્સિટીના 6 આફ્રિકન વિદ્યાર્થીઓ, જેમાં એક યુવતી પણ છે તેમની ગુજરાત પોલિસે મંગળવારે ધરપકડ કરી છે.

તેમના પર આરોપ છે કે તેમણે વાઘોડીયાના પાવલપુર ગામની એક પરિણીત મહિલાની છેડતી કરી હતી તેમ જ તે મહિલાના પતિને માર પણ માર્યો હતો.

પોલિસે જણાવ્યાં પ્રમાણે છ વિદ્યાર્થીઓને આજે વહેલી સવારે તેમના અક્ષર સોસાયટી સ્થિત ઘરમાંથી ઝડપી લેવાયાં હતાં.  આ તમામ વિદ્યાર્થીઓ આફ્રિકન દેશ મોઝામ્બિકના એન્ગોનિયાના વતની છે. તેઓએ ગત સાંજે પાવલપુરની 34 વર્ષની મહિલા અને તેના પતિને માર માર્યો હતો.

પીડિત મહિલાએ પોલિસ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલિસે કાર્યવાહી કરી હતી. આ છ વિદ્યાર્થીઓમાં પાંચની ઓળખ ફેરેરિયા રાઉલ યુસોસા, ડીસૂઝા એડનર રેને, રાસોલોફોનિનીઆ એનદ્રેનેફી લેન્દ્રે, ફિરી ચાર્લ્સ-ચારેય યુવક અને બરનાર્સન રોજો નાન્સીઆ નામની યુવતીની ધરપકડ કરી હતી,