અંબાજી મંદિરને અમદાવાદના દાતા દ્વારા 5 કિલો સોનાનું દાન

અંબાજી- ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં અમદાવાદના માઈભક્ત દ્વારા રવિવારે અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન કર્યું હતું. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા માટે આ સોનાનું દાન કામમાં લેવાશે. આ સોનાના દાતાનો સંકલ્પ હતો કે અંબાજી મંદિરને 25 કિલો સોનું આપવું, દાતા અગાઉ 20 કિલો સોનું આપી ચુક્યા છે, અને રવિવારે વધુ પાંચ કિલો સાનું દાન કરીને તેમણે તેમનો સંકલ્પ પુરો કર્યો છે.યાત્રાધામ અંબાજીમાં રવિવારે ચૈત્રી નવરાત્રીને લઈ શ્રધ્ધાળુઓનો ઘોડાપુર ઉમટયું હતું, ત્યારે અમદાવાદના એક માઇ ભક્ત દ્વારા 5 કિલો સોનુ દાન આપ્યું હતું. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે આ સોનાનું દાન અર્પણ કરાયું હતું. અંબાજી મંદિરના શિખરે 368 જેટલા નાનામોટા સુવર્ણમય ક્ળસો શોભાયમાન છે. ત્યારે મંદિરના મુખ્ય શિખરને સોનાનું બનાવવા અમદાવાદના દાતા મુકેશ પટેલે અંબાજી મંદિરને 25 કિલો સોનુ આપવાનો સંકલ્પ કર્યા હતો. જેમાં અગાઉ 20 કિલો સોનુ આપી ચુકેલા મુકેશ પટેલ આજે વધુ 5 કિલો સોનુ લઈ  અંબાજી મંદિરે પોહચ્યા હતા અને આ 5 કિલો સોનાની પૂજાઅર્ચના કરી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેકટર દિલીપ રાણાને 5 કિલો સોનુ સુપ્રત કર્યું હતું. દાાતા મુકેશ પટેલનો અંબાજી મંદિરને 25 કિલો સોનુ આપવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ પણ સોનાના સૌથી મોટા દાતા મુકેશ પટેલનો આભાર માન્યો હતો.

(તસ્વીર-અહેવાલ- ચિરાગ અગ્રવાલ)