જનશક્તિઃ 4100 કિમી નર્મદા નહેર અને 2577 કેનાલ સાયફનની સફાઇ પૂર્ણ

0
1539

ગાંધીનગરઃ ગુજરાત સ્થાપના દિનથી શરુ થયેલ સુજલામ્ સુફલામ્ ઝૂંબેશના ૧૬મીમે સુધીના 16 રાજ્યની જનતાના સહયોગમાં  નર્મદા કેનાલ નેટવર્કમાં સફાઇ અને મરામતની કામગીરીમાં જનશક્તિનું વિરાટ દર્શન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 41000 કિલોમિટર નર્મદા નહેર અને 2577 કેનાલ સાયફનની સફાઇ પૂર્ણ થઇ ગઇ છે.

સુજલામ સુફલામ જળસંચય સંદર્ભે નર્મદા નિગમની યાદીમાં જણાવાયું હતું કે 16 જિલ્લાઓના 65 તાલુકામાં હાથ ધરાયેલી સઘન કામગીરી અંતર્ગત 16 મે સુધીમાં 4100 કિ.મી. લંબાઇની નર્મદા નહેરમાં સફાઇ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કિસાનોએ નહેર સફાઇની કામગીરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને વિરાટ જનશક્તિના દર્શન કરાવ્યા છે. આ જ રીતે 2577 કેનાલ સાયફનની સફાઇ કામગીરી પણ કરવામાં આવી છે. નહેરની મરામતની કામગીરી પણ હાથ ધરાઇ છે જેમાં 925 કિ.મી. લંબાઇની નહેરમાં મરામતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

નિગમે જણાવ્યું હતું કે જનસહભાગિતાથી કરવામાં આવેલી આ કામગીરીના કારણે નહેરમાં સરળતાથી પાણીનો પ્રવાહ વહી શકશે એટલું જ નહીં કિસાનોના છેવાડાના ખેતર સુધી સતત પાણી ઉપલબ્ધ થઇ શકશે. આ કામગીરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હોવાનું પણ જણાવાયું હતું.