સવા લાખ રુદ્રાક્ષના બનાવેલા શિવલિંગના દર્શન…

માણસા– પવિત્ર શ્રાવણ માસની શરુઆતની સાથે જ મહાદેવના ભક્તો ભગવાનને વિવિધ રીતે પૂજાઅર્ચના કરતા હોય છે. ભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં દૂધ-પાણી-પત્ર-પુષ્પ સાથે શિવ લીંગ પર અભિષેક કરતાં હોય છે.
આ શ્રાવણ માસમાં માણસા પાસે આવેલા વિઘ્નેશ્વરી ધામમાં આનંદીમાના વડલે સવા લાખ રુદ્રાક્ષનું શિવલીંગ બનાવવામાં આવ્યું છે.આ સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઇના જણાવ્યા અનુસાર સવા લાખ રુદ્રાક્ષના શિવલીંગની સાથે, દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અમરનાથ ધામની ગુફા બનાવી એના દર્શન આ જ કેમ્પસમાં ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. 108 દિવાની આરતી-ભસ્મ આરતી, અને અત્યારના સમયની સૌથી મહત્વ બાબત છે વ્યસન મુક્તિ.…વ્યક્તિ પોતાના અંદર રહેલા જુદા જુદા વ્યસનો શ્રાવણ માસ દરમિયાન આ ધાર્મિક સ્થળે આવી વ્યસન મુક્તિ મહાકુંભમાં છોડી શકશે.
પવિત્ર શ્રાવણ માસ માં સવા લાખ રુદ્રાક્ષનું શિવલીંગ માણસા પાસે આવેલા આ ધાર્મિક સ્થળમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અહેવાલઃઃપ્રજ્ઞેશ વ્યાસ