સેન્સ ઇન્ડિયા દ્વારા અંધબધિર બાળકોને મદદરુપ હેન્ડબૂક બહાર પડાઇ

અમદાવાદ :  અંધ-બધિરોના વ્યાવસાયિક કૌશલ્ય અને આવકના નિર્માણ અંગેની ક્ષમતાઓ અંગે જાગૃતિ ઉભી કરવાનો પડકાર સેન્સ ઈન્ડિયા દ્વારા ઉઠાવાયો છે. પુખ્ત વયના અંધ-બધિરોની  સ્વવિકાસની સમજ અને સામાજિક અને લાગણીલક્ષી  જરૂરિયાતો અંગે અમદાવાદમાં 4 દિવસની રાષ્ટ્રીય તાલીમનું આયોજન કરાયું હતું.

આ ક્ષેત્રમાં કામ કરતાં દેશના 22 રાજ્યોમાં 77,500  અંધબધિર વ્યક્તિઓ સુધી પહોંચી છે.અંધ-બધિરતા ધરાવતા વિદ્યાર્થીઓના સમાવેશી શિક્ષણ માટે અભ્યાસક્રમ અપનાવવા માટે સેન્સ ઈન્ડિયાએ હેન્ડબૂક રજૂ કરી છે. સામાન્ય અભ્યાસક્રમ ઘણીવાર અંધ-બધિર બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી શકતું નથી. અંધબધિરો અપાતી માહિતીને પરંપરાગત રીતે એટલે કે જોઈને કે સાંભળીને ગ્રહણ કરી શકતાં નહીં હોવાથી શિક્ષકો અને માતાપિતાઓ સામાન્ય શિક્ષણમાં,  શિક્ષણ સામગ્રી અને શિક્ષણની પધ્ધતિઓ અંગે ચિંતિંત રહે છે.

આ જરૂરિયાત પારખીને સેન્સ ઈન્ડિયાએ first ‘Handbook on Curriculum Adaptation for Inclusive Education of Students with Deafblindness’ બહાર પાડી છે, જે અંધ-બધિરતા ધરાવતા બાળકોની જરૂરિયાતો અને ક્ષમતા અનુસાર શિક્ષકોને વર્ગખંડના અભ્યાસક્રમને સાનુકૂળ બનાવવામાં અને ફેરફાર કરવામાં સહાય કરે છે.આ પુસ્તક શિક્ષકોને નિયમિત શાળાઓમાં અંધ-બધિરતા ધરાવતા બાળકોના શિક્ષણમાં અસરકારક રીત સહાય કરશે.

અંધ-બધિરતા ધરાવતી વ્યક્તિઓ એક અનોખા પ્રકારના સંદેશા-વ્યવહારનો ઉપયોગ કરે છે. તેમના માટે આ બાબતની અન્ય સાથે ચર્ચા કરવાનું આસાન નથી. જોઈ  અને સાંભળી શકતી વ્યક્તિઓ પોતાની ખાનગીપણાની જરૂરિયાતો અંગે વાત કરી શકે છે, પરંતુ અંધ-બધિરતા ધરાવતી વ્યક્તિઓ માટે આવી વાત કહેવી શક્ય નથી. તેનાથી સામાજીક, લાગણીલક્ષી અને જાતિય શોષણમાં વધારો થાય છે અને તેમના આત્યંતિક નિરાશા તરફ દોરી જાય છે.માહિતીના અભાવને કારણે આ લોકો માટે તેમના શરીરમાં થઈ રહેલા ફેરફારોને સમજવાનું મુશ્કેલ બને છે અને તે માટે કારણો  પણ છે. આથી ERASMUS ની સહાયથી અંધ-બધિર પુખ્તોની તાલીમ પર મજબૂતપણે ધ્યાન કેન્દ્રિત કરીને તેમના પોતાના શરીર અને સમય જતાં તેમાં થતા ફેરફાર અંગે જાણકારી અપાશે અને સાથે સાથે વ્યવસાયિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય તેવા બિનઔપચારિક કૌશલ્યો પણ શીખવવામાં આવશે.