GSTના નિયમો સરળ થશે, 10 નવેમ્બરે જીએસટી કાઉન્સીલની બેઠક

નવી દિલ્હી– કેન્દ્ર સરકાર જીએસટીના નિયમોમાં નવા ફેરફાર કરવા જઈ રહી છે. મિડિયા રીપોર્ટ અનુસાર જીએસટી અંતર્ગત મેક્સિમમ રીટેઈલ પ્રાઈઝ(એમઆરપી)માં કેટલો જીએસટી લેવાય છે, તેની જાણકારી દુકાનદારોએ આપવી પડશે. સાથે રીટર્ન મોડુ ફાઈલ કરનાર સામે લેઈટ ફી ઘટાડીને 50 રૂપિયા કરાશે અને ટેક્સ ચુકવનાર માટે રીટર્ન ત્રિમાસિક ધોરણે ભરવાની સુવિધા આપવાની ભલામણ કરાશે.

અત્રે નોંધનીય છે કે સરકારનું માનવું છે કે આ નવા પગલાથી ગ્રાહકોની ફરિયાદોમાં ઘટાડો નોંધાશે. સરકારને મળેલી ફરિયાદમાં કટેલાક વેપારીઓ ચીજવસ્તુ પર છાપેલી પ્રાઈઝ કરતાં વધુ પૈસા લઈ રહ્યા છે.

જીએસટી કાઉન્સીલની આગામી બેઠક 10 નવેમ્બરના રોજ મળશે. જેની અધ્યક્ષતા નાણાપ્રધાન અરૂણ જેટલી કરશે.

કમિટીની ભલામણો

  • સરકારે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે.
  • તેની અધ્યક્ષતા આસામના નાણાપ્રધાન હેમંત વિશ્વા રસમા કરી રહ્યા છે.
  • આ ગ્રુપના નાના વેપારીઓ માટે જીએસટી સરળ બનાવવા માટે ભલામણો આપવાની હતી.
  • ગ્રુપને મળેલી ફરિયાદને આધારે એમઆરપીની સાથે તેમાં જીએસટી સામેલ છે, તેમ લખવું ફરજિયાત છે.