વિશ્વની સૌથી નીચા રેટિંગવાળી 100 ફિલ્મોમાં સલમાનની ‘રેસ 3’નો સમાવેશ

0
1295

મુંબઈ – વિશ્વની 100 સૌથી નીચા રેટિંગવાળી ફિલ્મોની IMDbની યાદીમાં સલમાન ખાન અભિનીત ‘રેસ 3’ એક્શન ફિલ્મનો પણ સમાવેશ કરાયો છે. આ ફિલ્મને 2.7 સ્ટાર્સનું રેટિંગ મળ્યું છે.

આ યાદીમાં તુર્કીની ફિલ્મ ‘કોડ નેમ: K.O.Z.’ પહેલા નંબર પર છે.

IMDb એટલે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ, જે વિશ્વભરની ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો સંબંધિત માહિતીનો ઓનલાઈન ડેટાબેઝ છે.

IMDbની યાદીમાં બોલીવૂડની અનેક ફિલ્મોનો સમાવેશ કરાયો છે, જેમ કે, ‘તીસ માર ખાન’, ‘હિંમતવાલા’ (અજય દેવગનવાળી), ‘હમશકલ્સ’.

ગઈ 15 જૂને રિલીઝ કરાયેલી ‘રેસ 3’ ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધીમાં રૂ. 270 કરોડની કમાણી કરી છે.