હું ગર્ભવતી નથી: શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટતા કરી

0
1048

મુંબઈ – અભિનેત્રી શિલ્પા સેટ્ટીએ પોતે ફરી ગર્ભવતી થઈ હોવાની વાતોને તે માત્ર અફવા છે એમ કહીને એનું ખંડન કર્યું છે.

Shilpa Shetty Kundra isn't pregnant

શિલ્પાએ જણાવ્યું છે કે ‘મેં પ્રીવેન્ટિવ હેલ્થ ચેક કરાવ્યું હતું. આવું હું નિયમિત રીતે કરાવું છું. હું પ્રેગ્નન્ટ નથી.’

શિલ્પા એનાં હાથમાં અમુક રિપોર્ટ્સ સાથે એક ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાંથી બહાર આવતી દેખાયા બાદ તે ગર્ભવતી થઈ હોવાની વાતો ચગી હતી.

Shilpa Shetty Kundra isn't pregnant.

પેથોલોજી લેબની બહાર એની તસવીર ઈન્ટરનેટ પર વ્યાપક રીતે શેર થયા બાદ ‘શિલ્પા કો ક્યા હુઆ’ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યો હતો.

શિલ્પા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને પરણી છે અને એમને એક પુત્ર છે, વિઆન. એણે આ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.