દંતકથાસમા અભિનેતા શશી કપૂરનું નિધન, તેઓ 79 વર્ષના હતા

મુંબઈ – હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ પીઢ અભિનેતા શશી કપૂરનું વૃદ્ધાવસ્થા સંબંધિત માંદગીને કારણે આજે સાંજે અહીં નિધન થયું છે. એ 79 વર્ષના હતા.
શશી કપૂરે અહીં અંધેરી (વેસ્ટ) સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સાંજે 5.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

શશી કપૂરના નિધનનાં સમાચારને એમના ભત્રિજા અને અભિનેતા રણધીર કપૂરે સમર્થન આપ્યું હતું.

શશી કપૂરના પરિવારમાં ત્રણ સંતાન છે – બે પુત્ર કરણ અને કુણાલ તથા પુત્રી સંજના.

આવતીકાલે મંગળવારે બપોરે 12 વાગ્યે શશી કપૂરના પાર્થિવ શરીરના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

1938ની 18 માર્ચે કોલકાતામાં જન્મેલા શશી કપૂરે 70 અને 80ના દાયકામાં રોમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

શશી કપૂરે 1961માં યશ ચોપરાની ફિલ્મ ‘ધરમપુત્ર’માં અભિનેતા તરીકે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. 40 વર્ષની કારકિર્દીમાં એમણે 12 અંગ્રેજી ફિલ્મ સહિત 160 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમની યાદગાર ફિલ્મોની યાદી ઘણી લાંબી છે, પણ દીવાર, સત્યમ શિવમ સુંદરમ, ત્રિશુલ, કભી કભી જેવી ફિલ્મોનો ખાસ ઉલ્લેખ કરી શકાય.

શશી કપૂરના નિધનના સમાચારથી સમગ્ર બોલીવૂડમાં તેમજ કપૂરના પ્રશંસકોમાં શોકની લાગણી ફરી વળી છે.

શશી કપૂરને સિમી ગરેવાલ, રાજ બબ્બર, આમિર ખાન, લતા મંગેશકર, સંજય દત્ત, કરણ જોહર, અજય દેવગન, જાવેદ જાફરી, અર્જુન રામપાલ, વિવેક અગ્નિહોત્રી, રેણુકા શહાણે, બિપાશા બાસુ, રાહુલ બોઝ જેવી હસ્તીઓએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.


શશી કપૂરની ફિલ્મી સફર પર એક નજર…

1940ના દાયકામાં…

1948 – “આગ” (બાળ કલાકાર)

1950ના દાયકામાં…

1950 – “સંગ્રામ” (બાળ કલાકાર)

1951 – “આવારા” (બાળ કલાકાર)

1960ના દાયકામાં…

1961 – “ઘરમપુત્ર”

1961 – “ચાર દિવારી”

1962 – “મેહંદી લગી મેરે હાથ”

1962 – “પ્રેમ પત્ર”

1963 – “The Householder” (English film)

1963 – “જબ સે તુમ્હે દેખા હૈ”

1963 – “હોલીડે ઈન બોમ્બે”

1963 – “યે દિલ કિસ કો દૂં”

1964 – “બેનઝિર”

1965 – “વક્ત”

1965 – “મોહબ્બત ઈસકો કહતે હૈં”

1965 – “Shakespeare Wallah” (English film)

1965 – “જબ જબ ફૂલ ખિલે”

1966 – “નીંદ હમારી ખ્વાબ તુમ્હારે”

1966 – “બિરાદરી”

1966 – “પ્યાર કીયે જા”

1967 – “આમને સામને”

1967 – “દિલને પુકારા”

1967 – “પ્રીટી પોલી”

1968 – “હસીના માન જાયેગી”

1968 – “કન્યાદાન”

1969 – “પ્યાર કા મૌસમ”

1969 – “એક શ્રીમાન એક શ્રીમતી”

1969 – “રાજા સાબ”

1969 – “જહાં પ્યાર મિલે”

1970ના દાયકામાં…

1970 – “અભિનેત્રી”

1970 – “Bombay Talkie” (English film)

1970 – “સુહાના સફર”

1970 – “માય લવ”

1971 – “શર્મિલી”

1971 – “પતંગા”

1972 – “Siddhartha” (English film)

1973 – “આ ગલે લગ જા”

1973 – “નૈના”

1974 – “મિસ્ટર રોમિયો”

1974 – “વચન”

1974 – “રોટી કપડા ઔર મકાન”

1974 – “ચોર મચાયે શોર”

1975 – “દીવાર”

1975 – “સલાખેં”

1975 – “પ્રેમ કહાની”

1975 – “ચોરી મેરા કામ”

1976 – “કભી કભી”

1976 – “જય બજરંગ બલી”

1976 – “શંકર દાદા”

1976 – “ફકીરા”

1976 – “દીવાનગી”

1976 – “નાચ ઉઠે સંસાર”

1977 – “ફરિસ્તા યા કાતિલ”

1977 – “ઈમાન ધરમ”

1977 – “મુક્તિ”

1977 – “હીરા ઔર પથ્થર”

1977 – “ચોર સિપાહી”

1977 – “દૂસરા આદમી”

1978 – “ત્રિશુલ”

1978 – “હીરાલાલ પન્નાલાલ”

1978 – “અપના ખૂન”

1978 – “સત્યમ શિવમ સુંદરમ”

1978 – “જૂનૂન”

1978 – “અમર શક્તિ”

1978 – “ફાંસી”

1978 – “મુકદ્દર”

1978 – “તૃષ્ણા”

1979 – “સુહાગ”

1979 – “દુનિયા મેરી જેબ મેં”

1979 – “કાલા પથ્થર”

1980ના દાયકામાં…

1980 – “દો ઔર દો પાંચ”

1980 – “કાલી ઘટા”

1980 – “કલીયુગ”

1980 – “શાન”

1980 – “સ્વયંવર”

1981 – “Krodhi”

1981 – “ક્રોધી”

1981 – “સિલસિલા”

1981 – “બસેરા”

1981 – “માન ગયે ઉસ્તાદ”

1982 – “વિજેતા”

1982 – “નમક હલાલ”

1982 – “સવાલ”

1982 – “Heat and Dust” (English film)

1983 – “ઘૂંઘરુ”

1983 – “ગેહરી ચૌટ”

1983 – “બંધન કચ્ચે ધાગોં કા”

1984 – “પાખંડી”

1984 – “ઝમીન આસમાન”

1986 – “ન્યૂ દિલ્લી ટાઈમ્સ”

1986 – “સ્વાતિ”

1986 – “એક મૈં ઔર એક તૂ”

1986 – “ઈલ્ઝામ”

1987 – “Sammy and Rosie Get Laid” (English film)

1987 – “પ્યાર કી જીત”

1987 – “ઈજાઝત”

1987 – “સિંદૂર”

1987 – “નામો નિશાન”

1988 – “The Deceivers” (English film)

1989 – “ક્લર્ક”

1990ના દાયકામાં…

1991 – “અકેલા”

1993 – “ઈન કસ્ટડી”

1998 – “Jinnah” (English film)

1998 – “Side Streets” “English film”

ટીવી સિરીઝ…

1996 – “Gulliver’s Travels”