શાહરૂખે દીકરા અબ્રામ સાથે નિવાસસ્થાને મટકી ફોડી જન્માષ્ટમી ઉજવી

0
867

મુંબઈ – બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, યુવા અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી રવીના ટંડને આજે જન્માષ્ટમી તહેવાર પોતપોતાની રીતે ઉજવ્યો હતો.

શાહરૂખ ખાને મુંબઈમાં બાન્દ્રા ખાતે પોતાના બંગલા ‘મન્નત’માં પુત્ર અબ્રામ સાથે મટકી ફોડીને જન્માષ્ટમી ઉજવી હતી. શાહરૂખે એ તસવીરો બાદમાં પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી. આ વખતે એની સાથે એની પત્ની ગૌરી પણ હતી.

શાહરૂખ દર વર્ષે દિવાળી, હોળી, ઈદ જેવા તહેવારો પણ ભારે ઉત્સાહ સાથે ઉજવતો હોય છે.

આજે પણ શાહરૂખ એના બંગલામાં મટકી ફોડી રહ્યો હતો ત્યારે બહાર એના પ્રશંસકોનું મોટું ટોળું જમા થયું હતું. બાદમાં એણે દીકરા અબ્રામની સાથે બાલ્કનીમાં આવીને સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું.

શાહરૂખે ટ્વીટ કરીને લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પણ આપી છે.

એવી જ રીતે, અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા, આમિર ખાન, સોનમ આહુજાએ ટ્વીટર સંદેશા દ્વારા સૌને જન્માષ્ટમીની શુભેચ્છા આપી છે.

વરુણ ધવને દહીહાંડી કાર્યક્રમમાં હાજરી આપી ગોવિંદાઓની સાથે જન્માષ્ટમી ઉજવી.