‘ભારત’નું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું; સલમાન ખાનનો વૃદ્ધ ગેટઅપ

0
1235

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને એની આગામી નવી હિન્દી ફિલ્મ ‘ભારત’નું પહેલું પોસ્ટર (ફર્સ્ટ લૂક) આજે રિલીઝ કર્યું છે.

આ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર પણ ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે.

આ ફિલ્મ આ વર્ષે ઈદના તહેવારમાં, પાંચ જૂને રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે.

53 વર્ષીય સલમાને સોશિયલ મિડિયા પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને એનાં પ્રશંસકોને ચમકાવ્યા હતા.

સલમાને તસવીર પોસ્ટ કરીને સાથે આમ લખ્યું છેઃ ‘જિતને સફેદ બાલ મેરે સર ઔર દાઢી મેં હૈ, ઉસસે કહીં જ્યાદા રંગીન મેરી જિંદગી રહી હૈ! #ભારત’.

પોસ્ટરમાં પાર્શ્વભૂમાં જેકી શ્રોફ જોવા મળે છે. તે ફિલ્મમાં સલમાન ખાનના પિતાનો રોલ કરે છે.

‘ભારત’ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘એન ઓડ ટુ માય ફાધર’ની રીમેક છે.

ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ, દિશા પટની, અને તબુ પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ પહેલાં તેમણે સલમાન અને કેટરીના સાથે ‘ટાઈગર ઝિંદા હૈ’ બનાવી હતી.