બે ‘ઉમરાવ જાન’ જ્યારે સાથે મળી… રેખા-ઐશ્વર્યા કાર્યક્રમને અંતે એકબીજાંને ભેટીને છૂટી પડી

0
1441

મુંબઈ – જાણીતા ઉર્દૂ કવિ કૈફી આઝમીની જન્મશતાબ્દીના ઉજવણી કાર્યક્રમમાં તસવીરકારોને આશ્ચર્યજનક રીતે બહુ મહત્ત્વનાં ક્લિક્સ મળી ગયાં હતાં. એ કાર્યક્રમમાં પીઢ અભિનેત્રી રેખા અને બચ્ચન-બહુ ઐશ્વર્યા પણ હાજર હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ એ બંને અભિનેત્રી એકબીજાનો હાથ પકડીને સાથે જતી જોવા મળી હતી.

તસવીરકારો એ બંનેને સાથે જોઈને ટોળે વળ્યા હતા અને ધડાધડ ફોટો ક્લિક્સ થયા હતા.

રેખા અને ઐશ્વર્યાએ એકબીજાને ચૂમી ભરીને ગુડબાય કર્યું હતું. (જુઓ નીચે વિડિયો)

ઐશ્વર્યા સફેદ અને ગોલ્ડન સૂટમાં સજ્જ હતી તો રેખા એમનાં ટ્રેડમાર્ક સમાન સિલ્ક સાડીમાં હતાં.

કાર્યક્રમ પૂરો થયા બાદ ઐશ્વર્યાએ જાણે દીકરીની જેમ રેખાને એમનો હાથ પકડીને સીડી પરથી સંભાળપૂર્વક નીચે ઉતરવામાં મદદ કરી હતી અને એમની કાર સુધી મૂકી ગઈ હતી. ત્યારબાદ બંને ઉષ્માપૂર્વક એકબીજાંને ભેટ્યાં હતાં, ચૂમી ભરી હતી અને પછી રેખા એમની કારમાં બેસીને જતાં રહ્યાં હતાં.

રેખા અને અમિતાભ બચ્ચનનાં ઓફ્ફ-સ્ક્રીન સંબંધોમાં ઉતાર-ચડાવની વાતો જાણીતી છે. રેખા અને અમિતાભની પુત્રવધુ ઐશ્વર્યા વચ્ચે ઘણા ઉષ્માભર્યાં સંબંધો રહ્યાં છે. ગયા વર્ષના આરંભમાં રેખાએ ઐશ્વર્યાને એક લાગણીસભર પત્ર લખ્યો હતો અને પત્રની નીચે પોતાનું નામ લખ્યું હતું, ‘રેખા મા’.

2016માં એક કાર્યક્રમ વખતે સ્ટેજ પર રેખાએ ઐશ્વર્યાને એવોર્ડ એનાયત કર્યો હતો. એ વખતે ઐશ્વર્યાએ સ્ટેજ પર પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, ‘માં પાસેથી આ એવોર્ડ મેળવવો મારે મન સમ્માનની વાત છે.’ એનાં જવાબમાં રેખાએ કહ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે અનેક વર્ષો સુધી તને આ રીતે એવોર્ડ આપતી રહીશ.’

ઉલ્લેખનીય છે કે રેખા અને ઐશ્વર્યા રાય, બંનેએ ‘ઉમરાવ જાન’ શિર્ષકવાળી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. રેખાની ‘ઉમરાવ જાન’ ફિલ્મ 1981માં આવી હતી જ્યારે ઐશ્વર્યાની ‘ઉમરાવ જાન’ 2006માં આવી હતી.

View this post on Instagram

#Rekha with #aishwaryaraibachchan

A post shared by Viral Bhayani (@viralbhayani) on