‘ગલી બોય’ ગેંગ ગઈ છે જર્મનીમાં; બર્લિન ફિલ્મોત્સવમાં પ્રીમિયર શો રજૂ કરશે

મુંબઈ – બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલ એમની આગામી હિન્દી ફિલ્મ ‘ગલી બોય’ના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

તસવીર સૌજન્યઃ વિરલ ભાયાની

આ બંને કલાકાર હાલ એમનાં નિર્દેશિકા ઝોયા અખ્તર અને નિર્માતા રિતેષ સિધવાની સાથે જર્મની ગયાં છે. ત્યાં તેઓ બર્લિન શહેરમાં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયાં છે અને પોતાની ‘ગલી બોય’ ફિલ્મનો આજે, 9 ફેબ્રુઆરીએ પ્રીમિયર શો રજૂ કરવાનાં છે.

આમ, રણવીર, આલિયા અને ઝોયા ગલી બોયને દેશમાં રજૂ થાય એ પહેલાં જ એને ગ્લોબલ પણ બનાવી દીધી છે. બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 17મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

રેડ કાર્પેટ સ્વાગત પૂર્વે આ ચારેય બોલીવૂડ હસ્તીઓ બર્લિન શહેરમાં પણ ઘૂમ્યાં છે.

તસવીર સૌજન્યઃ વિરલ ભાયાની

રણવીરે કહ્યું કે તે આ પહેલી જ વાર કોઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યો છે.

તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ

આલિયાએ જર્મનીમાં પોતાની હાજરી વિશેની અમુક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. તો ફોટો જર્નલિસ્ટ વિરલ ભાયાનીએ પણ બે તસવીર પોતાનાં એકાઉન્ટ પર શેર કરી છે.

તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ

‘ગલી બોય’માં મુંબઈના સ્ટ્રીટ રેપ કલ્ચરની વાત છે. ડિવાઈન અને નેઝી જેવા રેપર ગાયકોનાં જીવન પરથી પ્રેરણા લઈને ઝોયાએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના ત્રણ ગીત – ‘અપના ટાઈમ આયેગા’, ‘મેરી ગલી મેં’ અને ‘દૂરી’ ગીતો ઓનલાઈન હિટ થઈ ગયાં છે.

રણવીરે હાલમાં જ મુંબઈ પોલીસના વાર્ષિક ‘ઉમંગ’ મહોત્સવમાં તેમજ લેક્મે ફેશન વીક શોમાં પણ પોતાની ફિલ્મ અને એનાં ગીતોનો પ્રચાર કર્યો હતો.