ફિલ્મ સ્ટાર્સ પણ અંધવિશ્વાસમાં માને છે? કોઈ ખાસ કિસ્સો?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૦ સપ્ટેંબર, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

જ્યોતિ મિસ્ત્રી (ભરૂચ)

સવાલઃ ફિલ્મ સ્ટાર્સ પણ અંધવિશ્વાસમાં માને છે? કોઈ ખાસ કિસ્સો?

જવાબઃ ફિલ્મ સ્ટાર્સ પણ અંધવિશ્વાસુ હોય છે. અશોકકુમારને લાગતું કે કોઈ પણ ફિલ્મનું મુહૂર્ત એમના પર થાય તો એ ફિલ્મ ન ચાલે તેથી મુહૂર્તમાં તેઓ સામેલ ન થતા. ગુરુદત્તનો એક કોટ લકી હતો. તેથી એ જ કોટ દરેક ફિલ્મના મુહૂર્ત વખતે એ અચૂક પહેરતા. રાજ કપૂરની મેરા નામ જોકરમાં લતા મંગેશકરનું એક પણ ગીત નહોતું. એ ફિલ્મ નિષ્ફળ ગઈ તેથી રાજ કપૂર પછીની દરેક ફિલ્મનું મુહૂર્ત લતા મંગેશકરના ગીતના રેકોર્ડિંગ દ્વારા જ કરતા.

‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મનું ટાઈટલ સોંગ જુઓ…

httpss://youtu.be/hwo8lprGeFI