પ્રત્યૂષા બેનરજીનો બોયફ્રેન્ડ રાહુલ નવી ગર્લફ્રેન્ડ સલોની સાથે લગ્ન કરશે

0
1031

મુંબઈ – આત્મહત્યા કરનાર ટીવી સિરિયલોની અભિનેત્રી પ્રત્યૂષા બેનરજીનો બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ એની નવી ગર્લફ્રેન્ડ સલોની શર્મા સાથે લગ્ન કરી રહ્યો છે.

આની જાહેરાત રાહુલે સોશિયલ મિડિયા પર કરી છે.

પ્રત્યૂષાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો રાહુલ પર આરોપ છે.

આ કેસમાંથી પોતાને દૂર કરવા માટે રાહુલે મુંબઈની કોર્ટને અપીલ કરી છે.

રાહુલ અને ઝારખંડની વતની પ્રત્યૂષા મુંબઈમાં લિવ-ઈન રિલેશનશિપમાં હતા.

હાલમાં જ રાહુલે એનો બર્થડે ઉજવ્યો હતો. એ નિમિત્તે સલોનીએ રાહુલને કેક મોકલી હતી જેની પર આ શબ્દો હતાઃ ‘હેપ્પી બર્થડે હબ્બી.’

પોતાને સાથ દેવા બદલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર સલોનીનો આભાર માન્યો હતો. એની સાથે રાહુલે તસવીરો પણ પોસ્ટ કરી છે. એણે લખ્યું છે કે સ્પેશિયલ થેંક્સ ટુ માય ડીયર સલોની… મારી થનારી પત્ની અને મારી જીવનસાથી.

રાહુલ પર આરોપ છે કે સલોની સાથે સંબંધ રાખીને એણે પ્રત્યૂષાને છેતરી હતી. જોકે રાહુલ આ આક્ષેપોને રદિયો આપી ચૂક્યો છે.

પ્રત્યૂષા 2016ની 1 એપ્રિલે મુંબઈના ગોરેગામ (વેસ્ટ) સ્થિત ઘરમાં સિલિંગ પંખા સાથે લટકતી મૃત હાલતમાં મળી આવી હતી.