પ્રિયંકા ચોપરાને રાજકારણમાં ઝંપલાવવાની, ભારતના વડા પ્રધાન બનવાની ઈચ્છા છે

0
953

મુંબઈ – બોલીવૂડમાં અને અભિનયક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા ઉપરાંત ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓનાં અધિકારો જેવા સામાજિક સેવાક્ષેત્રોમાં પણ સક્રિય છે. એણે કહ્યું છે કે ભવિષ્યમાં રાજકારણમાં ઝંપલાવવાનું એને ગમશે.

‘ક્વેન્ટિકો’ સીરિઝની અભિનેત્રી પ્રિયંકાએ એમ પણ કહ્યું છે કે એનાં પતિ, ગાયક નિક જોનાસની રાજકીય અપેક્ષા માટે પણ ખૂબ ઉત્સુક્તા રાખે છે અને નિક અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડશે તો એને બહુ ગમશે.

36 વર્ષીય પ્રિયંકાએ સન્ડે ટાઈમ્સ અખબારને આપેલી એક મુલાકાત વખતે સવાલના જવાબમાં કહ્યું કે, મને ભારતના વડા પ્રધાન પદની ચૂંટણી લડવાનું ગમશે. નિક યુએસ પ્રમુખપદની ચૂંટણી લડશે તો મને ગમશે.

પ્રિયંકાએ કહ્યું કે, બાબતોને કારણ વગર રાજકારણ સાથે જોડવામાં આવે એ મને ગમે નહીં, પરંતુ હું એટલું કહીશ કે અમે બંને જણ પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ. અમે આમ ક્યારેય નહીં કરીએ એવું અમે ક્યારેય નહીં કહીએ.

અભિનેત્રી અને નિર્માતા બનેલી પ્રિયંકાએ એની રાજકીય અપેક્ષા વિશે વિચારો દર્શાવવાની સાથે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે માનવતાવાદી કામો કરવા બદલ મારી પ્રશંસા થાય તો મને બહુ ગમે.

પ્રિયંકાનું માનવું છે કે નિક જોનાસ (26) ઉત્કૃષ્ટ નેતા બની શકે છે.

પ્રિયંકા અને નિકે ગયા વર્ષના ડિસેંબરમાં લગ્ન કર્યાં હતાં.