‘સાહો’નું ટીઝર રિલીઝ કરાયું; એક્શનથી ભરપૂર હશે ફિલ્મ

0
893

મુંબઈ – ‘બાહુબલી’ ફેમ પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘સાહો’ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પરથી એવો અંદાજ મળે છે કે ફિલ્મમાં ભરપૂર એક્શન દ્રશ્યો જોવા મળશે.

ટીઝરમાં અદ્દભુત એક્શન સીક્વન્સીસ જોવા મળ્યાં છે. આ ફિલ્મ ભારતીય ફિલ્મજગતની સૌથી મોટી એક્શન થ્રિલર ફિલ્મોમાંની એક બને એવી ધારણા રખાય છે.

ફિલ્મ આ વર્ષની 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

ટી-સીરિઝ કંપનીના વડા ભૂષણ કુમારે આ ટીઝર એમના સોશિયલ મિડિયા પર ડ્રોપ કર્યું હતું. એમણે આ ફિલ્મને ભારતની સૌથી મોટી એક્શન એન્ટરટેનર તરીકે ઓળખાવી છે.

ફિલ્મમાં પ્રભાસ, શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નીતિન મુકેશની પણ મહત્ત્વની ભૂમિકા છે. અન્ય કલાકારો છેઃ જેકી શ્રોફ, એવલીન શર્મા, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ટીનુ આનંદ.

સુજીત દ્વારા દિગ્દર્શિત ‘સાહો’ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં બનાવામાં આવી છે.

લગભગ એક મિનિટના આ ટીઝરમાં પ્રભાસ-શ્રદ્ધાનો રોમાન્સ બતાવવામાં આવ્યો છે, મોટરકારોની ભાગંભાગ, ગોળીઓનો વરસાદ પણ જોઈ શકાય છે.

ટીઝરમાં ફિલ્મની વાર્તાનો અણસાર અપાયો નથી, પણ એક્શન ભરપૂર હશે એવું સાફ દેખાય છે.