‘પટાખા’ મલઈકાનો ‘હેલ્લો હેલ્લો’ આઈટમ સોંગમાં સેક્સી ડાન્સ

0
1222

મુંબઈ – સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદનને બે સગી બહેનોનાં પાત્રમાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘પટાખા’નું એક આઈટમ સોંગ આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત મલઈકા અરોરા પર ફિલ્માવાયું છે. ગીતમાં કાળા રંગનાં ઘાઘરા-ચોલી પહેરેલી મલઈકાએ સરસ સેક્સી મૂવ્ઝ બતાવ્યાં છે. મલઈકાને રૂપેરી પડદા પર જોવા માટે એનાં ચાહકો ઘણા વખતથી આતુર હતાં. અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલઈકાએ પડદા પર ધમાકેદાર પુનઃ એન્ટ્રી કરી છે.

‘હેલ્લો હેલ્લો’ શબ્દોવાળું આ ગીત વિશાલ ભારદ્વાજે સંગીતબદ્ધ કર્યું છે અને રેખા ભારદ્વાજે સ્વરબદ્ધ કર્યું છે. ગીત ગુલઝારે લખ્યું છે.

વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સુનીલ ગ્રોવરની પણ મહત્ત્વની ભૂમિકા છે.

‘પટાખા’ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.