પદ્માવત અને પેડમેન વચ્ચે કોઈ ટકરાવ નહીં, પેડમેન 9 ફેબ્રુઆરીએ રીલીઝ થશે

0
1910

મુંબઈ– સંજય લીલા ભણસાલી અને અક્ષયકુમાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થવાની હોવાથી અક્ષય કુમારે પોતાની ફિલ્મ પેડમેનને 9 ફેબ્રુઆરી રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે, પહેલા પેડમેન પણ 25 જાન્યુઆરીએ રીલીઝ થવાની હતી. સંજય લીલા ભણસાલી અને અક્ષય કુમારે મુંબઈમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી.padmavatપેડમેનની તારીખ આગળ વધારીને અક્ષય કુમારે કહ્યું હતુ કે પદ્માવતની સાથે ટકરાવનું કોઈ કારણ નથી, હું સમજી શકું છું કે હાલ મારા કરતાં સંજય લીલા ભણસાલીને વધુ જરૂર છે. સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે તમે બધા જાણો છો કે પદ્માવતને લઈને શું શું થયું છે. એટલા માટે મે અક્ષય કુમારને અનુરોધ કર્યો હતો કે તે પોતાની ફિલ્મની રીલીઝ ડેટને આગળ લઈ જાય. મારુ આટલુ કહેવાની સાથે તેમણે પેડમેન ફિલ્મની રીલીઝ ડેટને આગળ લઈ ગયા છે, તે નિર્ણય લેવામાં તેમને જરાય પણ સમય લીધો નથી. હું તેમનો આખી જીંદગી આભારી રહીશ.sanjay