જકડી રાખતો કોર્ટરૂમ ડ્રામાઃ ‘ઑર્ડર ઑર્ડર…’

ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકો માટે આ ખરેખર સારો સમય છે. કથાનક, માવજત તથા ગીતસંગીતમાં તાજગીના અનુભવ થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે નવી ગુજરાતી ફિલ્મ ‘ઑર્ડર ઑર્ડરઃ આઉટ ઑફ ઑર્ડર’. આ ફિલ્મ એક જકડી રાખતો કોર્ટરૂમ ડ્રામા છે, એટલે કે જાતજાતના વળ-વળાંક બાદ કોર્ટમાં રજૂ થતા એક ચકચારભર્યા કેસની આસપાસ ફરતી વાર્તા.

શ્યામ ખંધેેડિયા-રાહુલ સવાની નિર્મિત, ધ્વનિ ગૌતમ દિગ્દર્શિત તથા રોનક કામદાર-જિનલ બેલાણી-ગૌરવ પાસવાલા-ધર્મેશ વ્યાસ અભિનિત ‘ઑર્ડર ઑર્ડર…’ ભલે અદાલતમાં આકાર લે છે, પણ એમાં ફૅમિલી ડ્રામા પણ છે અને પ્રણયત્રિકોણ પણ. સાથે ખડખડ હસાવતી કૉમેડી પણ ને રાહુલ મુંજારિયાનું કર્ણમંજુલ સંગીત. જુઓ અહીં ફિલ્મની એક ઝલક-ટ્રેલર.

httpss://youtu.be/xE0li2aHZxI