‘નમસ્તે ઈંગ્લેન્ડ’ ફિલ્મના પોસ્ટરમાં ભારતનો ખોટો નકશો બતાવાયો

0
2439

મુંબઈ – અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું પોસ્ટર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું, પણ એમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવાયો હોવાથી ઉહાપોહ મચી જતાં પોસ્ટર બદલવાની નિર્માતાઓને ફરજ પડી છે.

નિર્માતાઓએ બહુ હોંશે હોંશે ગઈ કાલે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું, પણ ટ્વિટર સહિત સોશિયલ મિડિયા વેબસાઈટ્સ પર લોકોએ એમાંની ભૂલ પકડી પાડી હતી અને નિર્માતાઓને માથે માછલાં ધોયાં હતાં.

એ પોસ્ટરમાં ભારતના નકશામાં જમ્મુ અને કશ્મીરના વિસ્તાર અક્સાઈ ચીન ગાયબ હતો. જેવું સોશિયલ મિડિયાનાં યૂઝર્સનું એની પર ધ્યાન ગયું કે તરત જ ટીકાની ઝડી વરસવાનું શરૂ થઈ ગયું હતું. નિર્માતાઓને તરત જ એ પોસ્ટર બદલવાની ફરજ પડી હતી.

રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

(નીચે દર્શાવેલું ખોટું પોસ્ટર છે)

(નિર્માતાઓએ બદલેલું આ બીજું, ખરું પોસ્ટર)