રણબીર, આલિયાનું મુંબઈમાં પુનરાગમન

0
929

મુંબઈ – યુવા બોલીવૂડ કલાકારો અને રીયલ લાઈફના કથિત લવબર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈમાં પાછાં આવી ગયાં છે. રણબીર ન્યુ યોર્ક ગયો હતો, કારણ કે તેના અભિનેતા પિતા રિશી કપૂરની ત્યાં તબીબી સારવાર ચાલી રહી છે.

‘સંજુ’ ફિલ્મનો એક્ટર રણબીર લગભગ એક મહિના સુધી ‘બિગ એપલ’ ન્યુ યોર્કમાં હતો. અમુક દિવસો બાદ ત્યાં એની સાથે એની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ જોડાઈ હતી. ન્યુ યોર્કમાં બંને જણની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ હતી.

‘રાઝી’ ફિલ્મની અભિનેત્રી આલિયા શુક્રવારે જ મુંબઈ પાછી ફરી છે અને હવે તે એની નવી ફિલ્મ ‘કલંક’ના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ ઈન્દોર શહેરમાં ચાલી રહ્યું છે.

રણબીર કપૂરની નવી ફિલ્મ આવી રહી છે ‘બ્રહ્માસ્ત્ર’.