લતા મંગેશકરે ગાયેલું પહેલું ગીત કયું?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

હુસામુદ્દીન જી. કપાસી (જસદણ)
પ્રફુલ્લા અને સલમા (બુધેલ)

સવાલઃ લતા મંગેશકરે ગાયેલું પહેલું ગીત કયું?

જવાબઃ ૧૯૪૨માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘પહિલી મંગળા ગૌર’માં લતા મંગેશકરે ‘નટલી ચૈત્રાચી નવલાઈ’ પહેલું ગીત પડદા પર ગાયું હતું. ૧૯૪૭ની ‘આપકી સેવા મેં’ ફિલ્મથી લતા મંગેશકર પ્લેબેક ગાયિકા બન્યાં. અને ‘પા લાગું કમ જોરી રે શામ મોસે ના ખોલો હારી’ પ્રથમ હિંદી પ્લેબેક ગીત ગાયું હતું.