હેપ્પી બર્થડે કેટરીનાઃ અભિનેત્રી 35મો જન્મદિવસ લંડનમાં ઉજવી રહી છે

0
1151

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી આજે પોતાનો 35મો જન્મદિવસ ઊજવી રહી છે અને તે હાલ લંડનમાં એનાં ઘેર, એનાં પરિવારજનોની સાથે છે.

કેટરીનાનાં માતાએ એમની દીકરીની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં સૌ બર્થડે કેક સાથે આનંદમાં જોઈ શકાય છે.

કેટરીના ‘ઝીરો’ ફિલ્મના શૂટિંગ માટે ટૂંક સમયમાં મુંબઈ પાછી ફરશે. એમાં તે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની સાથે અભિનય કરી રહી છે.

‘ટાઈગર ઝીંદા હૈ’ની અભિનેત્રી લંડનમાં એની બે બહેનોની સાથે બોટિંગની ટ્રિપ પર ગઈ હતી અને એની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

‘ઝીરો’ આ વર્ષની 21 ડિસેંબરે રિલીઝ થવાની છે. કેટરીના ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મમાં પણ રોલ ભજવી રહી છે.