જેક્લીન ફર્નાન્ડિઝે પોલ-યોગ કરતી તસવીર શેર કરી, સોશિયલ મિડિયા પર એની મજાક ઉડી

0
3036

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અવારનવાર સોશિયલ મિડિયામાં ચમકતી રહે છે. એ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી હોય છે.

આ વખતે એણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક ધ્યાનાકર્ષક તસવીર મૂકી છે. એમાં તે પોલ (થાંભલા) પર યોગ કરી રહી છે. જેક્લીન ફિટનેસ માટે ખૂબ સજાગ રહેવા માટે જાણીતી છે.

શ્રીલંકામાં જન્મેલી અને મુંબઈમાં રહેતી જેક્લીનનાં પોલ-યોગ પોઝની ઘણાએ પ્રશંસા કરી છે તો ઘણાએ મજાક પણ ઉડાવી છે.

જેક્લીને પોતાની તસવીર સાથે કેપ્શનમાં ‘યોગિની’ લખ્યું છે, પણ અમુક મશ્કરા લોકોએ એને યોગગુરુ બાબા રામદેવની પણ ગુરુ તરીકે ઓળખાવી છે.

પોલ પર યોગ કરતી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે. મશ્કરા લોકોએ એને બાબા રામદેવની ગુરુ ગણાવી છે.

જેક્લીનની તસવીરને ફોટો શેરિંગ એપ ઉપર દસ લાખથી વધુ લાઈક્સ મળ્યા છે અને હજારો લોકોએ કમેન્ટ કરી છે.

જેક્લીન પોલ ડાન્સની પણ શોખીન છે. તાજેતરમાં એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોલ ડાન્સનાં ગુણ અને લાભ વિશે લોકોને જાણકારી આપી હતી. પરંતુ હવે એણે પોલ યોગ પોઝ રિલીઝ કર્યો છે અને એમ કરીને એ બતાવી રહી છે કે પોતે આમાં પણ નિષ્ણાત છે.

જેક્લીન હાલ સલમાન ખાનની સાથે ‘રેસ 3’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત ડેઈઝી શાહ, પૂજા હેગડે અને બોબી દેઓલની પણ ભૂમિકા છે.

ઉલ્લેખનીય છે કે જેક્લીન પહેલાં બોલીવૂડની અન્ય અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ પોલ યોગ કરતી પોતાની તસવીરો સોશિયલ મિડિયા પર મૂકી હતી.

(ટ્વિટર પર જુઓ લોકોએ જેક્લીનની તસવીર સાથે કેવી રમૂજ ફેલાવી છે)