બોલીવૂડની કઈ હસ્તીને કયાં યોગાસન વધારે પસંદ છે?

મુંબઈ – આજે ચતુર્થ વિશ્વ યોગ દિવસની બોલીવૂડની હસ્તીઓએ પણ ઉજવણી કરી છે અને પોતપોતાની પસંદના યોગાસન વિશે જણાવ્યું છે. અમિતાભ બચ્ચન, હેમા માલિની, શિલ્પા શેટ્ટી, કંગના રણૌત વગેરે જેવી બોલીવૂડ હસ્તીઓએ એમના રોજિંદા જીવનમાં ફિટનેસનું મહત્ત્વ દર્શાવવા માટે યોગાસનના પોઝ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા છે અને યોગના લાભ વિશે વાતો કરી છે.

અમિતાભ બચ્ચને પોતે યોગાસન કરતા હોય એવી પોતાની એક જૂની તસવીર ટ્વિટર પર શેર કરી છે. તો હેમા માલિનીએ કહ્યું છે કે દુનિયાના દેશોને આપણી યોગવિદ્યામાં રસ પડ્યો છે. યોગ માટે માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ જાગૃતિ ફેલાવનાર વડા પ્રધાન મોદીનો આભાર માનવો જોઈએ. સંધ્યા મૃદુલ, રાજીવ ખંડેલવાલ, સોહા અલી ખાન, નિમ્રત કૌર, મુગ્ધા ગોડસે, મિલિંદ સોમણ જેવા કલાકારોએ પણ યોગવિદ્યાની પ્રશંસા કરી છે અને પોતાની ફિટનેસ જાળવવા માટે તેઓ નિયમિત યોગ કરતા હોવાનું જણાવ્યું છે.

બોલીવૂડની કઈ હસ્તીને કયું યોગાસન પસંદ છે?

કરીના કપૂર-ખાન: દરરોજ યોગાસન માટે 45 મિનિટ ફાળવે છે. 50 સૂર્યનમસ્કાર કરે છે તથા અન્ય યોગાસનો કરે છે. પાવર યોગ, અષ્ટાંગ, હોટ યોગ કરે છે.

શિલ્પા શેટ્ટી-કુન્દ્રાઃ પ્રાણાયમ એની માનીતિ યોગવિદ્યા છે. ફેવરિટ આસનો છે – સૂર્યનમસ્કાર, વૃક્ષાસન, ઉત્તંપાદાસન, ચક્રાસન, ધનુરાસન, માર્જરી આસન, પદહસ્તાસન.

મલઈકા અરોરાઃ એને કરીના કપૂરે યોગાસન વિશે ઉત્સાહિત કરી હતી. પદ્માસન, સૂર્યનમસ્કાર એના ફેવરિટ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાઃ સાથી અભિનેતા અક્ષય કુમાર પાસેથી એ યોગના લાભનો જાણકાર થયો હતો. હવે તે નિયમિત યોગા કરે છે. દિવસની શરૂઆત એ સૂર્યનમસ્કારથી કરે છે.

જેક્લીન ફર્નાન્ડિસઃ એરિયલ યોગ અને હોટ યોગ એને ખાસ પસંદ છે.

કંગના રણૌતઃ મેડિટેશન અને પ્રાણાયમ તથા અન્ય અમુક આસનોમાં એ પારંગત થઈ ગઈ છે. ધનુરાસન, વૃશ્ચિકાસન, નૌકાસન, ચક્રાસન, પદ્માસન એના ફેવરિટ આસનો છે.

httpss://twitter.com/rishteycineplex/status/1009699323712557057

httpss://twitter.com/KanganaFanClub/status/1009636372611821568

સોનમ કપૂર-આહુજાઃ પાવર યોગા કરવા બહુ ગમે છે.

લારા દત્તા-ભૂપતિઃ પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોતાનાં યોગાસનના વિડિયો અપલોડ કરે છે. યોગા પ્રેક્ટિશનર પણ છે અને 15-વર્ષથી લોકોને યોગ શિખડાવે છે.

દીપિકા પદુકોણઃ સૂર્યનમસ્કારથી શરૂઆત કરી માર્જરીઆસન, સર્વાંગાસન, વિરભદ્રાસન કરીને પોતાની કાયાને ફિટ રાખે છે. એ યોગા અને મેડિટેશન માટે દરરોજ 30-40 મિનિટ આપે છે.