‘બર્થડે ગર્લ’ સોનાક્ષીનો પ્લાનઃ મુંબઈ બહારના ફાર્મહાઉસમાં મિત્રોની સાથે આરામ

0
646

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે એનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે.

સોનાક્ષીએ એની બોલીવૂડ કારકિર્દીનો આરંભ સલમાન ખાનની પોલીસ ઈન્સ્પેક્ટર ડ્રામા ફિલ્મ દબંગથી કર્યો હતો. એ ફિલ્મ જબ્બર સફળ થઈ હતી અને સોનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જોકે ત્યારબાદ એની અમુક ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને અમુક સફળ થઈ હતી.

સોનાક્ષીએ આજે એનો બર્થડે કોઈ ધામધૂમથી નહીં, પણ એકદમ ખાનગી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. એ તેનાં અમુક ખાસ મિત્રોની સાથે મુંબઈની બહાર કોઈક ફાર્મહાઉસ ખાતે જતી રહી છે.

એણે કહ્યું હતું કે હું દર વર્ષે મારાં જન્મદિવસની ઉજવણીનું સ્થળ બદલતી રહું છું, પણ એનો ઉદ્દેશ્ય એક જ હોય, માત્ર આરામ અને આનંદ કરવાનો.

સોનાક્ષી 4 નવી ફિલ્મોમાં આવી રહી છે. ‘મિશન મંગલ’ (અક્ષય કુમાર, નિત્યા મેનન, તાપસી પન્નૂ, વિદ્યા બાલન, કીર્તિ કુલ્હારી, શરમન જોશી સાથે), ‘દબંગ 3’ (સલમાન ખાન સાથે) અને ‘ભૂજ’ (અજય દેવગન, પરિણીતી ચોપરા, સંજય દત્ત સાથે), તેમજ એક અન્ય ફિલ્મનું ટાઈટલ હજી નક્કી કરાયું નથી. એણે બે કમર્શિયલ જાહેરખબરમાં ચમકવા માટે કરાર કર્યો છે.