નિર્માતા વિપુલ શાહને ડેન્ગ્યૂ થયો; હવે તબિયત સુધારા પર છે

0
1082

મુંબઈ – જાણીતા બોલીવૂડ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહને ડેન્ગ્યૂની બીમારી થઈ છે. એમની તબિયત હવે ઘણી સુધારા પર છે અને આવતીકાલ સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એવું એમના અભિનેત્રી શેફાલી શાહે કહ્યું છે.

શેફાલીએ કહ્યું કે, વિપુલને ડેન્ગ્યૂ અને ટાઈફોઈડ, બંને બીમારી થઈ હતી. હવે એમને ઘણું સારું છે અને આવતીકાલ સુધીમાં હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

શેફાલીએ આનાથી વધુ વિગતો આપી નથી.

‘નમસ્તે લંડન’ ફિલ્મના સર્જક વિપુલ શાહ લગભગ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વિપુલે હાલમાં જ એમની નવી ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું શૂટિંગ પૂરું કર્યું હતું અને એનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. અર્જૂન કપૂર અને પરિણિતી ચોપરા અભિનીત આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.