63મા ફિલ્મફેર એવોર્ડ્સઃ ‘હિંદી મિડિયમ’ શ્રેષ્ઠ ફિલ્મ, ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા, વિદ્યા શ્રેષ્ઠ અભિનેત્રી

મુંબઈ – ગઈ કાલે રાતે અહીં વરલી સ્થિત NSCI ડોમ ખાતે આયોજિત 63મા જિઓ ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘હિંદી મિડિયમ’ ફિલ્મ બે મુખ્ય કેટેગરીમાં એવોર્ડ જીતી ગઈ. ઈરફાન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સબા કમર અભિનીત ‘હિંદી મિડિયમ’ ફિલ્મે 2017ના વર્ષ માટે બોલીવૂડની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ઈરફાન ખાને ‘હિંદી મિડિયમ’માં કરેલી ભૂમિકા માટે જીત્યો છે તો વિદ્યા બાલન ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં રેડિયો જોકી બનતી ગૃહિણીનાં રોલ માટે શ્રેષ્ઠ અભિનેત્રી ઘોષિત થઈ હતી.

વિદ્યાએ એની કારકિર્દીમાં આ છઠ્ઠો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આ વખતે અશ્વિની ઐયર તિવારીને ફાળે ગયો છે જેમને આ એવોર્ડ ‘બરેલી કી બર્ફી’ ફિલ્મ માટે આપવામાં આવ્યો છે.

રાજકુમાર રાવ અભિનીત ‘ન્યૂટન’ ફિલ્મને શ્રેષ્ઠ સમીક્ષક ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

63મા ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતાઓની યાદીઃ

શ્રેષ્ઠ ફિલ્મઃ હિંદી મિડિયમ

શ્રેષ્ઠ સમીક્ષક ફિલ્મઃ ન્યૂટન

શ્રેષ્ઠ અભિનેતાઃ ઈરફાન ખાન (હિંદી મિડિયમ)

શ્રેષ્ઠ અભિનેત્રીઃ વિદ્યા બાલન (તુમ્હારી સુલુ)

શ્રેષ્ઠ અભિનેતા સમીક્ષક એવોર્ડઃ રાજકુમાર રાવ (ટ્રેપ્ડ)

શ્રેષ્ઠ અભિનેત્રી સમીક્ષક એવોર્ડઃ ઝાયરા વસીમ (સીક્રેટ સુપરસ્ટાર)

શ્રેષ્ઠ દિગ્દર્શકઃ અશ્વિની ઐયર તિવારી (બરેલી કી બર્ફી)

શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ રાજકુમાર રાવ (બરેલી કી બર્ફી)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ મેહેર વિજ (સીક્રેટ સુપરસ્ટાર)

બેસ્ટ મ્યુઝિક આલ્બમઃ પ્રિતમ (જગ્ગા જાસૂસ)

શ્રેષ્ઠ ગાયકઃ અરિજીત સિંહ (રોકે ના રુકે નૈના – બદ્રીનાથ કી દુલ્હનિયા)

શ્રેષ્ઠ ગાયિકાઃ મેઘના મિશ્રા (નચદી ફિરા – સીક્રેટ સુપરસ્ટાર)

શ્રેષ્ઠ ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય (ઉલ્લુ કા પઠ્ઠા – જગ્ગા જાસૂસ)

શ્રેષ્ઠ સંવાદઃ હિતેશ કેવલ્ય (શુભ મંગલ સાવધાન)

શ્રેષ્ઠ ડેબ્યૂ દિગ્દર્શકઃ કોંકણ સેન-શર્મા (અ ડેથ ઈન ધ ગૂંજ)

શ્રેષ્ઠ પટકથા લેખકઃ શુભાષિશ ભુતિયાની (મુક્તિ ભવન)

બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ અમિત ન્યૂટન (ન્યૂટન)

લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડઃ માલા સિંહા, બપ્પી લાહિરી