એશા દેઓલ, ભરત તખ્તાનીને પુત્રીરત્ન પ્રાપ્ત

0
2299

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી એશા દેઓલ માતા બની છે. તેણે અહીંની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. પીઢ અભિનેત્રી હેમા માલિની અને અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી એશા અને એનાં પતિ ભરત તખ્તાનીનું આ પહેલું સંતાન છે. એશાએ ગયા શુક્રવારે હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

દંપતી એમની નવજાત પુત્રીને લઈને હોસ્પિટલથી આજે એમનાં ઘેર રવાના થયા હતા અને ત્યારે એમણે હોસ્પિટલની બહાર તસવીરકારોને પોઝ આપ્યો હતો. બંનેનાં ચહેરા પર માતા-પિતા બન્યાનો આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

એશા ગર્ભવતી હતી ત્યારે જ હેમા માલિનીએ કહ્યું હતું કે જો એશાને દીકરી જન્મશે તો હું એને ભારતનાટ્યમ શીખવાડીશ અને જો દીકરો થશે તો હું એને જ્યોર્જિયન ડાન્સ શીખવીશ.

એશા દેઓલ અને ભરત તખ્તાનીએ ૨૦૧૨ની ૨૯ જૂને લગ્ન કર્યા હતા. તેઓ બાળપણથી એકબીજાને ઓળખે છે.